અંત:કરણના આસુરા (દુષ્ટ) પર વિજય

0
853

દિવાળી સામાન્ય રીતે કેવી રીતે ઉજવવામાં આવે છે

દિવાળી, જેને દીપાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પ્રકાશનો તહેવાર છે જે વિશ્વભરના એક અબજથી વધુ લોકો દ્વારા ઉજવવામાં આવે છે. ત્રણથી ચાર દિવસ સુધી ઉજવવામાં આવતો આ પર્વ, લોકો માટે વર્ષનો સૌથી અપેક્ષિત સમય હોય છે. આ ઋતુમાં ઘરોને સેંકડો દિયા (માટીના તેલના દીવા) થી પ્રગટાવવામાં આવે છે, જે અનિષ્ટ પર સારાની જીત દર્શાવે છે. દિવાળીનો દિવસ એ આ ઉજવણીની મૂખ્ય વિશેષતા છે. આ પર્વ દરમિયાન પરિવારજનો, સ્નેહીઓ અને મિત્રો મિઠાઇઓ વહેંચવા અને ભેટોની આપ-લે કરવા માટે ભેગા થતા હોય છે. ત્યારબાદ ફટાકડા ફોડવામા આવે છે અને આ કૌટુંબિક પ્રથા એ દિવાળીની સૌથી રોમાંચક ઘટના હોય છે. ફટાકડા સવારે શરૂ થયને આખો દિવસ ચાલે છે. દિવાળીના તહેવાર સાથે સંકળાયેલા તમામ ઉત્સાહ અને ઉજવણીને શબ્દો મા કહેવું મૂશ્કેલ છે. તેનો અનુભવ કરવા માટે તમારે ત્યાં હોવું જરૂરી છે.

ઉમંગનું કારણ

આપણી પરંપરાઓમાં દુષ્ટતા પર સારાના વિજયની ઘણી વાર્તાઓ છે, અને તે સામાન્ય રીતે આશુરાસ (અલૌકિક શક્તિઓવાળી દુષ્ટ વ્યક્તિઓ, જે નિર્દોષોને આતંકિત કરે છે) ના મૃત્યુમાં પ્રતીકિત કરવામાં આવે છે. દિવાળી સામાન્ય રીતે વનવાસ પછી રામના પુનરાગમન (આશુરા રાવણને હરાવ્યા પછી) અથવા નરકાસુર (બીજા આશુરા) ની કૃષ્ણ દ્વારા હાર સાથે સંકળાયેલી છે. ઘણી જગ્યાએ, ફટાકડાનો અદ્ભુત પ્રદર્શન થાય છે જ્યારે વિશાળ, ફટાકડાથી ભરેલા, રાવણના પૂતળાઓનું દહન કરવામાં આવે છે, જે અનિષ્ટ પર વિજયનું પ્રતીક છે. આત્મનિરીક્ષણ માટે સહજ, પૂર્વીય મન આ પર્વને અંદરની દુષ્ટતાને હરાવવા સાથે પણ સાંકળે છે – સ્વ-શુદ્ધિની ક્રિયા. “અંદરથી રાવણ (દુષ્ટ) ને દૂર કરીએ તો રામ (સારાપણૂં/પવિત્રતા) પ્રવેશે” – ઘણા મૂવી પ્લોટ અને આધુનિક આધ્યાત્મિક ઉપદેશો આ થીમને પ્રતિબિંબિત કરે છે.

એક અલગ પરિપ્રેક્ષ્ય: શું ઊંડો વ્યક્તિગત અર્થ હોઈ શકે છે

બધી જ ઉજવણીઓને બાજુ પર રાખીને, શું આપણે અંદરથી તમામ દુષ્ટતાને દૂર કરવાનો ગંભીર પ્રયાસ કર્યો છે? શું કોઈ ખરેખર અંદરની દુષ્ટતાને હરાવવામાં સફળ થયું છે? શું ફક્ત માનવ પ્રયત્નો જ અંદરની દુષ્ટતાને હરાવવા માટે પૂરતા છે? મને ખબર નથી કે તમે કેટલા સફળ થયા છો, ફક્ત તમે અને ભગવાન જ એ જાણે છે. પરંતુ મારા જીવન માં મને સમજાયું કે ઘણા વર્ષોના આત્મનિરીક્ષણ અને આત્મ-શુદ્ધિના પ્રયાસો પછી પણ હું અંત:કરણના આસુરા (દુષ્ટ) પર વિજય નથી મેળવી શકતો. મારી નિષ્ફળતાઓની યાદી સતત વધતી રહી. પછી મેં એવા લોકો સાથે ચર્ચા કરી જેઓ ઘર્મમાં મારા કરતાં આગળ હતા, પરંતૂ તેઓ પણ મારા જેવી જ પરીસ્થીતી માં હતા.

ચાલો ભારતના તાજેતરના ઈતિહાસમાંથી એક મહાનુભાવને પણ લઈએ, મહાત્મા ગાંધી, જે આત્મશુદ્ધિની આ શોધમાં એક આદર્શ છે. મહાત્મા ગાંધીએ એક મહાન જીવન જીવ્યું, અને હું સત્યને અનુસરવા માટેના તેમના સમર્પણની પ્રશંસા કરું છું. જો કે, તેમની આત્મકથા “માય એક્સપેરીમેન્ટ્સ વિથ ટ્રુથ” ના અંતિમ પ્રકરણમાં, ‘ફેરવેલ’ શીર્ષકમાં, તેઓ જણાવે છે કે,

“પરંતુ આત્મશુદ્ધિનો માર્ગ કઠિન અને ઊભો છે. સંપૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ વિચાર, વાણી અને ક્રિયામાં સંપૂર્ણપણે ઉત્કટ મુક્ત બનવું પડશે; પ્રેમ અને દ્વેષ, આસક્તિ અને દ્વેષના વિરોધી પ્રવાહોથી ઉપર ઉઠવું. હું જાણું છું કે મારામાં હજી સુધી તે ત્રિવિધ શુદ્ધતા નથી, તેના માટે સતત અથાગ પ્રયત્નો કરવા છતાં… પરંતુ હું જાણું છું કે મારી આગળ હજી પણ એક મુશ્કેલ માર્ગ છે …”

માનવીય રીતે દુસ્તર અવરોધ છે, પરંતુ આશા છે

સારું, જો આપણા મહાત્મા ગાંધી, જેમને તેમના મહાન જીવન માટે મહાત્મા (સુપર સોલ) નું બિરુદ મળ્યું છે, જો તેઓ નિષ્ઠાપૂર્વક કહે છે કે તેમની પાસે હજુ પણ મુશ્કેલ માર્ગ છે, તો તમારા અને મારા જેવા સામાન્ય લોકો માટે તેનો શું અર્થ છે? જો આપણે શ્રેષ્ઠ પ્રયાસ કરીએ તો પણ શું આપણે અંદરથી આશુરા (દુષ્ટ) ને હરાવી શકીશું? શા માટે આપણે વિચારીએ છીએ કે આ અધિકાર મેળવવા માટે આપણને ઘણા જીવનકાળની જરૂર છે? શું બીજો અભિગમ છે? સારું, સારા સમાચાર એ છે કે ભગવાનનો અભિગમ છે, જે આપણા માટે અન્વેષણ કરવા માટે ઉપલબ્ધ છે, જ્યાં આપણી અંદરના આશુરા, ભગવાનની શક્તિથી પરાજિત થાય છે, આપણી નહીં. કદાચ, આ શુદ્ધિકરણ લાગુ કરવાનું શીખવું એ અત્યાર સુધીની શ્રેષ્ઠ દિવાળી ભેટ હોઈ શકે છે. ચાલો આપણે આ રહસ્ય ખોલીએ.

અંદરની આશુરા (દુષ્ટ) બાહ્ય અસ્તિત્વ કરતાં વધુ જટિલ છે. આપણા માટે કાયમી સ્વતંત્રતા સુરક્ષિત કરવા માટે, ભગવાને આપણા સંચિત કર્મ (ભૂતકાળ) સાથે વ્યવહાર કરવો પડશે, અને આપણને દુષ્ટ (વર્તમાન) ને સ્વીકારવાની આપણી વૃત્તિને હરાવવાની ક્ષમતા આપવી પડશે. આપણા ભૂતકાળ પર આ વિજય ત્યારે સિદ્ધ થયો જ્યારે યેશુ, અમર ભગવાન, આપણા માટે આરક્ષિત સજાનો સંપૂર્ણ ફટકો પોતાની જાત પર લીધો અને આપણા વતી મૃત્યુનો સામનો કર્યો. પછી યેશુએ પવિત્ર આત્મા (ઈશ્વરના આત્મા) માટે, તેમના પુનરુત્થાન પછી (મૃત્યુ પર વિજય મેળવ્યા પછી તે પાછો સજીવન થયો) આપણી અંદર રહેવા માટેના દરવાજા ખોલ્યા. જ્યારે પવિત્ર આત્મા આપણામાં રહેવા માટે આવે છે, ત્યારે આપણી પાસે આપણા આંતરિક ગુરુ તરીકે ભગવાન હોય છે, જે આપણને જીવનભર દરેક સંજોગોમાં દુષ્ટતા પર શક્તિ આપે છે. આંતરિક ગુરુ (પવિત્ર આત્મા) ના માર્ગદર્શનને સતત શરણે રહેવાથી, આપણે આંતરિક આશુરા પર સતત વિજય મેળવીએ છીએ.

ભગવાન આપણને એટલો પ્રેમ કરે છે કે તેણે આપણા સ્થાને દુઃખ ભોગવવાનું નક્કી કર્યું, અને આપણામાંના દરેકને દુષ્ટતા પર સાચી આંતરિક જીત આપી.

સદભાગ્યે, ભગવાન એ પણ જાણે છે કે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી અને કોઈ પણ વ્યક્તિ પોતાની મુક્તિ મેળવવા માટે પૂરતા સારા કાર્યો કરી શકતી નથી. તેથી ભગવાન આપણને મફત ભેટ તરીકે મુક્તિ (મોક્ષ) આપે છે – અમે આને યેશુ દિવાળી તરીકે ઉજવવાની સ્વતંત્રતા લઈ રહ્યા છીએ.

ભગવાનની દિયા કેવી રીતે બનવી (યેશુ દિવાળી કેવી રીતે ઉજવવી)

યેશુ દિવાળીનો અનુભવ કરવા માટે – તમારામાં ઈશ્વરના પ્રકાશને પ્રગટ થવા દેવાની ઈચ્છા હોવી જોઈએ. તે વ્યક્તિગત પસંદગી છે. જ્યારે આપણે સમજીએ છીએ કે આપણને શાશ્વત જીવનની જરૂર છે અને નિષ્ઠાપૂર્વક માનીએ છીએ કે યેશુએ આપણા બધા પાપો માટે સંપૂર્ણ ચૂકવણી કરી છે, ત્યારે આપણે ભગવાનની મુક્તિની ભેટ મેળવી શકીએ છીએ. આ વિમોચનના ભાગરૂપે, પવિત્ર આત્મા (ઈશ્વરનો આત્મા) આપણી અંદર રહેવા આવે છે. જ્યારે આપણે ભગવાનના પવિત્ર આત્મા દ્વારા ભગવાનના નેતૃત્વને શરણે જઈએ છીએ, ત્યારે આપણે ભગવાનના દિયા બનીએ છીએ – કારણ કે ભગવાન, જેમણે કહ્યું, ‘અંધકારમાંથી અજવાળું થવા દો’, તે આપણને, ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તે વિષેના જ્ઞાનનો પ્રકાશ આપણાં હૃદયમાં ચમકાવી દે છે. આ સર્વોપરી શક્તિ ઈશ્વરની છે તે બતાવવા માટે આપણી પાસે આ ખજાનો માટીના વાસણ (આપણી જાત) માં છે.

મહાન ભક્તિ સાથે, અમે ‘થામાસોમ જ્યોતિર્ગમય’ (કૃપા કરીને મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા) વિનંતી કરીને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, અને ભગવાને યેશુમાં તે ચોક્કસ પ્રાર્થનાનો જવાબ આપ્યો છે. તેણે કહ્યું, ‘હું જગતમાં પ્રકાશ બનીને આવ્યો છું, જેથી જે કોઈ મારામાં વિશ્વાસ કરે તે અંધકારમાં ન રહે’. મારા પ્રિય મિત્ર, તમે યેશુ દિવાળી – ‘અંદરની દુષ્ટતા પર ભગવાનનો વિજય’, ની ઉજવણી કરી રહ્યા છો ત્યારે તમારી અંદર સાચો પ્રકાશ લાવવા માટે ઈસુને આમંત્રિત કરવાની ઈચ્છા રાખો. આપણને આ અનુભવ આપવા માટે આપણા હૃદયમાં પ્રકાશ ચમકશે. ભગવાન તરફથી આ પ્રકાશ (આપણી અંદરનો પ્રકાશ) દરેક માટે ઉપલબ્ધ છે, અને તે કાયમી છે, ‘પ્રકાશ અંધકારમાં ચમકે છે, પરંતુ અંધકાર તેને ક્યારેય ઓલવી શકતો નથી’. જો તમને આ ભેટ પહેલેથી જ મળી ગઈ હોય, તો ઈસુ તમને પવિત્ર આત્માથી ભરે છે તેમ તેમનો પ્રકાશ વધુ ચમકતો રહે.

અમે તમને યેશુ દિવાળીની શુભેચ્છા પાઠવીએ છીએ. તમે ભગવાનની દિયા બનો અને અંત:કરણના આસુરા (દુષ્ટ) પર ઈસુ દ્નારા વિજય મેળવો એવી જ અમારી પ્રાર્થના.